મને મૂંઝવતા સવાલો – 18

આજે શ્રી રતન ટાટાએ કહ્યું કે એર લાઇન્સના લાયસન્સ માટે તેમની પાસેથી એક પ્રધાને પંદર કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તે આપણા પ્રાતઃસ્મરણીય, પરમ પૂજ્ય, નિષ્કલંક, નિર્દોષ,  નિષ્પાપ, નિર્મોહી, અને પ્રજા સેવામાં સદાય કાર્યરત રહેતા પ્રધાનો સામે કઇ રીતે આંગળી ચીંધી શકે?

Advertisements
Posted in મને મૂંઝવતા સવાલો | 5 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 17

રાજકોટ શહેરના બાર જેટલા રાજમાર્ગો ઉપર રસ્તે રઝળતાં ઢોરને પકડી તેને છોડવાની બદલે પાંજરાપોળ મોકલી અપાશે. તે બાબતનું મ્યુ.કમિશનરે જાહેરનામંુ પ્રસિધ્ધ કર્યા બાદ પ્રથમ  દિવસથી જ તેનો કડક અમલ  શરૃ કરી દીધો હતો. યુનિ. રોડ ઉપર ઢોરને પકડવાની કાર્યવાહી ચાલતી હતી અને તેને ઢોર  ડબ્બામાં લઈ જવામાં આવતા હતા.ત્યારે એક જીવદયા પ્રેમીએ કોર્પો.ના સ્ટાફ સાથે બઘડાટી બોલાવી હતી – એક સમાચાર

એ જીવદયા પ્રેમીને જ્યારે રસ્તે રખડતી ગાય પ્લાસ્ટીક અને બીજો કચરો ખાય ત્યારે દયા નહિ આવતી હોય? ગાયને તો આપણે માતા માનીએ છીએ.

Posted in મને મૂંઝવતા સવાલો | 2 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 16

લાલુ પ્રસાદનો ચારા કાંડ, કલમાડીનો કોમનવેલ્થ રમતોનો કાંડ,  રાજાનો 2G કાંડ, અશોક ચવાણનો આદર્શ સોસાયટી કાંડ… બીજા કયા કાંડ તમને યાદ આવે છે? અને એ બધામાં Highest Record કોનો?

Posted in મને મૂંઝવતા સવાલો | 7 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 15

શું સંપ્રદાયો હિંદુ ધર્મની એકતા તોડે છે?

Posted in મને મૂંઝવતા સવાલો | 3 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 14

અમિત શાહ જો ગુજરાતમાં અને પ્રધાનપદ ઉપર ચાલુ રહે તો પુરાવાઓ સાથે ચેડા કરી શકે અને સુરેશ કલમાડી અને રાજા પદ ઉપર ચાલુ રહે તો પુરાવાઓ સલામત રહે?

Posted in મને મૂંઝવતા સવાલો | 2 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 13

આપણા ધર્મગુરુઓ અને કથાકારો હિંદુ સમાજની સ્ત્રી ભૄણ હત્યા અને દહેજ જેવી તીવ્ર સમસ્યાઓ સામે પ્રખર અભિયાન કેમ નહિ છેડતા હોય?

Posted in Uncategorized | 9 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 12

 સ્વામિ સચ્ચિદાનંદ વિરુદ્ધ થયેલા કેસ ઉપરથી મને પ્રશ્ન થાય છે કે માણસને આત્મા સુરક્ષા કરવાનો અધિકાર નથી?
Posted in Uncategorized | 26 ટિપ્પણીઓ