મને મૂંઝવતા સવાલો – 25

જ્યારે રાજકરણીઓ જ સંડોવાએલા હોય ત્યારે વિદેશોની બેંકોમાંથી કાળુ નાણુ ભારત પરત આવે એવી કોઇ શક્યતાઓ લાગે છે?

Posted in મને મૂંઝવતા સવાલો | 1 ટીકા

મને મૂંઝવતા સવાલો – 24

ઘણી વખત જ્યારે કોંગ્રેસ ભાજપની ટીકા કરે છે કે ‘ભાજપને સરદાર પટેલ અને ગાંધીજીના ગુણગાન ગાવાની જરૂર નથી. એ લોકો તો કોંગ્રેસી હતા.’  ત્યારે મને સવાલ થાય છે કે કોંગ્રેસીઓ ક્યા મોઢે ભગતસિંહના વખાણ કરે છે? એ તો સામ્યવાદી હતા.

Posted in મને મૂંઝવતા સવાલો | 6 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 23

મારા એક relative પૂછે છે કે ‘રાહત ફતેહઅલી ખાન એ ગુલફામ હુસેન તો નથી ને?’

Posted in મને મૂંઝવતા સવાલો | 3 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 22

શું શ્રીનગર ભારતનો ભાગ છે?

Posted in મને મૂંઝવતા સવાલો | 5 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 21

આટલી ભયંકર મોંઘવારી, રોજના મસમોટા કૌભાંડો વચ્ચે કર્ણાટકમાં સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને ખાસ્સી સીટ મળી. ત્યાંના લોકો ગજબ ના કહેવાય?

Posted in મને મૂંઝવતા સવાલો | 1 ટીકા

મને મૂંઝવતા સવાલો – 20

કસાબ પ્રકરણથી હવે થાકી ગયા. તેને ક્યારેય પણ ફાંસી થશે?

Posted in મને મૂંઝવતા સવાલો | Leave a comment

મને મૂંઝવતા સવાલો – 19

આપણા ક્રિકેટરો પોતાની હરાજી થવા દેવા તૈયાર છે, IPL ના નાટકમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. પણ એશિયાડ ખેલમાં ભારતે ક્રિકેટમાં ભાગ જ ન લીધો? (અરે હા, તેમાં પૈસાની છોળો નથી ઉડતી.)

Posted in મને મૂંઝવતા સવાલો | 6 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 18

આજે શ્રી રતન ટાટાએ કહ્યું કે એર લાઇન્સના લાયસન્સ માટે તેમની પાસેથી એક પ્રધાને પંદર કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તે આપણા પ્રાતઃસ્મરણીય, પરમ પૂજ્ય, નિષ્કલંક, નિર્દોષ,  નિષ્પાપ, નિર્મોહી, અને પ્રજા સેવામાં સદાય કાર્યરત રહેતા પ્રધાનો સામે કઇ રીતે આંગળી ચીંધી શકે?

Posted in મને મૂંઝવતા સવાલો | 5 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 17

રાજકોટ શહેરના બાર જેટલા રાજમાર્ગો ઉપર રસ્તે રઝળતાં ઢોરને પકડી તેને છોડવાની બદલે પાંજરાપોળ મોકલી અપાશે. તે બાબતનું મ્યુ.કમિશનરે જાહેરનામંુ પ્રસિધ્ધ કર્યા બાદ પ્રથમ  દિવસથી જ તેનો કડક અમલ  શરૃ કરી દીધો હતો. યુનિ. રોડ ઉપર ઢોરને પકડવાની કાર્યવાહી ચાલતી હતી અને તેને ઢોર  ડબ્બામાં લઈ જવામાં આવતા હતા.ત્યારે એક જીવદયા પ્રેમીએ કોર્પો.ના સ્ટાફ સાથે બઘડાટી બોલાવી હતી – એક સમાચાર

એ જીવદયા પ્રેમીને જ્યારે રસ્તે રખડતી ગાય પ્લાસ્ટીક અને બીજો કચરો ખાય ત્યારે દયા નહિ આવતી હોય? ગાયને તો આપણે માતા માનીએ છીએ.

Posted in મને મૂંઝવતા સવાલો | 2 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 16

લાલુ પ્રસાદનો ચારા કાંડ, કલમાડીનો કોમનવેલ્થ રમતોનો કાંડ,  રાજાનો 2G કાંડ, અશોક ચવાણનો આદર્શ સોસાયટી કાંડ… બીજા કયા કાંડ તમને યાદ આવે છે? અને એ બધામાં Highest Record કોનો?

Posted in મને મૂંઝવતા સવાલો | 7 ટિપ્પણીઓ